અઢી વર્ષથી ફરાર પ્રોહીબીશન કેસનો આરોપી ઉમરગામ પોલીસના હાથે ઝડપાયો
વલસાડ, 13 એપ્રિલ (હિ.સ.) નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગણનાપાત્ર ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નં. 11822009230904/2023 હેઠળ પ
ફરાર આરોપી ઉમરગામ પોલીસના હાથે ઝડપાયો


વલસાડ, 13 એપ્રિલ (હિ.સ.) નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગણનાપાત્ર ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નં. 11822009230904/2023 હેઠળ પ્રોહીબીશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116(2), 98(2), 81 મુજબ નોંધાયેલા ગુનામાં સતિષ વસુભાઈ દુબળા (ઉંમર 34), રહે. મોટી દહાડ, પાણીની ટાંકી પાસે, તા. ઉમરગામ, જી. વલસાડ છેલ્લા અઢી વર્ષથી ફરાર હતો.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઉમરગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સતત પ્રયત્નશીલ હતા.આ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી ઉમરગામ વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપી:સતિષ વસુભાઈ દુબળા, રહે. મોટી દહાડ, પાણીની ટાંકી પાસે, તા. ઉમરગામ, જી. વલસાડ

કાર્યવાહી માં જોડાયેલા અધિકારીઓ:પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર અને પી.એસ.આઈ. એન.સી. સગરે કામગીરી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande