
પાટણ, 16 એપ્રિલ (હિ.સ.) પાટણ જિલ્લાના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે નવા સ્વિમિંગ પૂલનો પ્રારંભ થયો છે. ઉનાળાની ગરમીમાં રાહત મેળવવા માટે પ્રથમ જ દિવસે 300થી વધુ તરવૈયાઓએ આનંદ લીધો હતો. સિનિયર કોચ કિરણ પટેલ મુજબ સવારની ત્રણ બેચમાં જ 100થી વધુ લોકો જોડાયા હતા.
આ સ્વિમિંગ પૂલ ખાસ કરીને યુવા વર્ગ અને મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરાયો છે. પુરુષો માટે સવારે ત્રણ અને સાંજે બે બેચ રાખવામાં આવી છે, જ્યારે મહિલાઓ માટે બપોરે અને સાંજે અલગ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
સમયપત્રક અનુસાર મહિલાઓ માટે, સાંજે 4 વાગ્યે બેચ છે, જ્યારે પુરુષો માટે સાંજે 5 થી 7 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ