લખતર વિરમગામ હાઈવે પર રાજકોટથી બહુચરાજી જતા ભરવાડ સમાજ સાત પદયાત્રી કચડાયા
વિરમગામ,13 એપ્રિલ (હિ. સ.) લખતર વિરમગામ હાઈવે પર રવિવારે મોડી રાત્રે આશરે દોઢથી બે વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ આવતી કાળમુખી ટ્રક ભરવાડ સમાજના મુંધવા પરિવારના યાત્રિકો પર ફરી વળી હતી. જોકે, તે બાદનો નજારો તો જોઈ શકાય તેવો ન
લખતર વિરમગામ હાઈવે પર રાજકોટથી બહુચરાજી જતા ભરવાડ સમાજ સાત પદયાત્રી કચડાયા


વિરમગામ,13 એપ્રિલ (હિ. સ.) લખતર વિરમગામ હાઈવે પર રવિવારે મોડી રાત્રે આશરે દોઢથી બે વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ આવતી કાળમુખી ટ્રક ભરવાડ સમાજના મુંધવા પરિવારના યાત્રિકો પર ફરી વળી હતી. જોકે, તે બાદનો નજારો તો જોઈ શકાય તેવો ન હતો. આખા રસ્તા પર મૃતદેહો ક્ષત-વિક્ષત હાલતમાં પડ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં કુલ સાત લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ચાર જેટલા લોકોની હાલત ગંભીર છે. જેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે હાલ સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ગોઝારો અકસ્માત કઈ રીતે બન્યો તે અંગે પરિવારજને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમારે સવારે આઠ વાગ્યાનું ધજા ચઢાવવાનું મુહૂર્ત હતું એટલે અમે રાત્રે પણ ચાલતા હતા.

મસાભાઈ મુધવાએ આ અંગે જણાવ્યું કે, અમારા સંઘમાં 700 જેટલા માણસો પગપાળા જતા હતા. અમારે સવારે આઠ વાગે ધજા ચઢાવવાનું મુહૂર્ત હતું એટલે અમે રાત્રે પણ ચાલતા હતા અને રાત્રે 1.20 કલાકની આસપાસ આ બધું બની ગયું.

રાજકોટથી મેરા પગપાળા જઈ રહેલા ભરવાડ સમાજના સંઘ પર બેફામ દોડતો ટ્રક ફરી વળતા ભરવાડ સમાજના સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં ભરવાડ સમાજની જગ્યા ગેડીયાના મહંત લાલદાસ બાપુ પણ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતક ભરવાડ સમાજના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.

'સંઘ વિરમગામ રાજબઈ માની ધજા ચઢાવીને મેરા ગામે મહાદેવ મંદિરે કથામાં જવાનો હતો'

લખતર વિરમગામ હાઈવે પર છારદ ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે જતા ટ્રકના ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા પાંચ મહિલા અને બે પુરુષ સહિત કુલ સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. ચાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાનીના જણાવ્યા મુજબ 13 એપ્રિલની સવારે લગભગ 1 થી 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન છારદ ગામના વિસ્તારમાં એક બનાવ બન્યો છે. જેમાં એક ધાર્મિક સંઘ (પદયાત્રીઓ) રાજકોટથી બહુચરાજી તરફ જઈ રહ્યો હતો. છારદ ગામે તેઓએ નાઈટ હોલ્ટ (રાત્રિ રોકાણ) કર્યું હતું અને ત્યાંથી તેઓ આગળ બહુચરાજી તરફ જવા નીકળ્યા હતા.

આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. અકસ્માતને પગલે યાત્રાળુઓની કરુણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ભરવાડ સમાજના એકસાથે 7 સભ્યોના મોતથી સમગ્ર માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ગોઝારો અકસ્માત નજરે જોનારા પ્રત્યક્ષદર્શી રાજુભાઈએ જણાવ્યું કે, હું મારા પરિવારને લઈને વિરમગામ જતો હતો. રસ્તા પર એક ડમ્પર પડ્યું હતું. તે કદાચ ટાયર બદલાવતો હતો. સાઇડમાંથી પદયાત્રીઓ ચાલીને જતા હતા. આ દરમિયાન અન્ય એક ટ્રકવાળો આવ્યો એણે બ્રેક ન મારી અને ચાલતા લોકોને કચડી નાખ્યા. અમે તે બાદ 108 અને પોલીસને જાણ કરી હતી. આ લોકો ગઢકાથી વિરમગામ જતા હોય તેવું જાણવા મળ્યું છે.

મૃતકના પરિવારજન, મસાભાઈ મુધવાએ આ અંગે જણાવ્યું કે, અમારા સંઘમાં 700 જેટલા માણસો પગપાળા જતા હતા. અમારે સવારે આઠ વાગે ધજા ચઢાવવાનું મુહૂર્ત હતું એટલે અમે રાત્રે પણ ચાલતા હતા અને રાત્રે 1.20 કલાકની આસપાસ આ બધું બની ગયું. આમાં નવ લોકોને વાગ્યું છે એમાંથી સાત લોકોના મોત થયાં છે. એક મારા મોટા બાપાનો દીકરો છે, એક મારી બહેન છે અને બે અમારી વહુ છે. અમે વિરમગામ મંદિર જતા હતા. અમારો સંઘ ગઢકાથી ચાલતો આવતો હતો. અમારે ગામમાં સાત દિવસનું શિવપુરાણ બેસાડવાનું હતું. આ સાથે તેમણે જણાવ્યું કે, એક ખટારો ઊભો હતો અને બીજા ટ્રકવાળાએ લોકોના માથે ચઢાવી દીધી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande