જામનગરમાં બ્રાસપાર્ટના વેપારી સાથે 10 લાખની છેતરપીંડી, મોરબીના ત્રણ શખ્સો સામે ફરિયાદ
જામનગર, 13 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં બ્રાસપાર્ટનો વ્યવસાય કરતાં વધુ એક વેપારી સાથે છેતરપિંડીનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. મોરબીના શખ્સે બ્રાસ ભંગાર મંગાવી લીધા બાદ રૂપિયા ન આપી 10 લાખની છેતરપિંડી કરી હતી. આ મામલે ત્રણ શખ્સો સામે પોલીસે ફરિયાદ નો
ફ્રોડ


જામનગર, 13 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં બ્રાસપાર્ટનો વ્યવસાય કરતાં વધુ એક વેપારી સાથે છેતરપિંડીનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. મોરબીના શખ્સે બ્રાસ ભંગાર મંગાવી લીધા બાદ રૂપિયા ન આપી 10 લાખની છેતરપિંડી કરી હતી. આ મામલે ત્રણ શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ યુવાપાર્કમાં રહેતાં મહેન્દ્રભાઇ સુરેશભાઇ તરપદા (ઉ.વ.54) નામના વેપારીએ મોરબીમાં રહેતાં યાજ્ઞીકભાઇ કાસુન્દ્રા, મીત ગડારા, હસમુખભાઇ થોરીયા સામે ફરિયાદ નોંધાવી છે. ગાત્રાળ ઇન્ડસ્ટ્રીઝના નામે ફેસ-2માં ચલાવી બ્રાસ લે-વેચનો વ્યવસાય કરતાં મહેન્દ્રભાઇ તરપદાએ ફરિયાદમાં જણાવાયેલ વિગત અનુસાર આજથી છ મહિના પહેલાં ફરિયાદીને એક ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તેઓ નિલકંઠ કોર્પોરેટમાંથી યાજ્ઞિક કાસુન્દ્રા બોલે છેે, પોતાનો બે ટન બ્રાસનો ભંગાર જોઇતો હોવાનો કહ્યું હતું આથી ફરિયાદીએ એડવાન્સ પેમેન્ટ આપવું પડશે તેવી વાત કરી હતી.

આ વેળાએ યાજ્ઞિકે કહ્યું કે મને માલ મળશે કે તરત જ પેમેન્ટ મળી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મને તમારો નંબર બાલાજી બ્રાસ વાળાએ આપ્યો હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતાં. ત્યારબાદ યાજ્ઞિકભાઇએ વોટ્સએપમાં નિલકંઠ કોર્પોરેટનું મોરબી ખાતેનું એડ્રેસ મોકલ્યું હતું. આથી ફરિયાદીએ બે ટન માલ મોકલી આપેલ હતો અને રૂા.13,25,481નું બીલ પણ સાથે મોકલ્યું હતું.

ત્યારબાદ બીજા દિવસે યાજ્ઞિક કાસુન્દ્રાને ફોન કરતાં તેઓએ જણાવ્યું હતું કે તમારૂં બેન્ક એકાઉન્ટ એડ કરેલ છે થોડાક દિવસમાં તમારૂં પેમેન્ટ થઇ જશે. થોડા દિવસો સંપન્ન થયા બાદ તા.19-9-2025ના રોજ ફરિયાદીને શંકા જતાં લેખિત અરજી કરી હતી આથી યાજ્ઞિકભાઇ રૂબરૂ ફરિયાદીની મુલાકાતે ગયા હતાં અને કહ્યું હતું કે અમારૂં પેમેન્ટ ઉપરથી પાર્ટીએ રોકી રાખ્યું છે જેથી તમારૂં પેમેન્ટ થઇ શક્યું નથી. હાલ હું 2.25 લાખ રૂપિયાનું પેમેન્ટ આપી દઉં છું અને બાકી રહેતી રકમના ચેક આપું છું જેનું આપણે નોટરી લખાણ કરી લઇએ તેમ કહી વિશ્વાસ બતાવ્યો હતો.

યાજ્ઞિક કાસુન્દ્રાના કોઇ મિત્ર હસમુખ થોરિયાએ યાજ્ઞિકના કહેવાથી રૂપિયા લઇ આવ્યો હતો. ત્રણ લાખ રૂપિયા આપ્યા હતાં અને બાકીના તમે મોરબી નોટરી લખાણ કરવા આવો ત્યારે આપી દઇશ તેવી વાત કરી હતી. ત્યારબાદ રૂપિયા મળી જશે તેવો વિશ્વાસ આપી થોડા દિવસ સુધી કોઇ જવાબ આપ્યો ન હતો. હસમુખભાઇનો સંપર્ક કરતાં તેમનો ફોન બંધ આવ્યો હતો.

યજ્ઞિકે પોતાનું સરનામું પણ ખોટું જણાવેલ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે યજ્ઞિક મીત ગડારા અને હસમુખ થોરિયાએ અગાઉથી પ્લાન બનાવી વિશ્વાસમાં લઇ બે ટન માલ ખરીદ્યા બાદ 10 લાખ રૂપિયા ન આપી છેતરપિંડી કરી હતી. આથી સમગ્ર મામલો પંચકોષી બી-ડિવિઝન મથકે લઇ જવાયો હતો. જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande