છત્તીસગઢ અથડામણમાં, 5 લાખના ઈનામની નકસલી ‘રૂપી’ ઠાર
કાંકેર, નવી દિલ્હી, 13 એપ્રિલ (હિ.સ.) છત્તીસગઢના કાંકેર જિલ્લામાં, 5 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી પ્રતાપપુર વિસ્તાર સમિતિ સભ્ય કેડરની એક સક્રિય મહિલા નક્સલવાદી ''રૂપી'',સોમવારે સવારે નક્સલ પ્રભાવિત છોટેબેઠીયા વિસ્તારમાં, જ
કાંકેર


કાંકેર, નવી દિલ્હી, 13 એપ્રિલ (હિ.સ.)

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં, 5 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી પ્રતાપપુર વિસ્તાર સમિતિ સભ્ય

કેડરની એક સક્રિય મહિલા નક્સલવાદી 'રૂપી',સોમવારે સવારે નક્સલ પ્રભાવિત છોટેબેઠીયા વિસ્તારમાં,

જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં મારી ગઈ હતી. પોલીસને તેનો મૃતદેહ

મળી આવ્યો છે. સ્થળ પરથી એક રિવોલ્વર પણ મળી આવી હતી.

સુરક્ષા દળોને છોટે બેઠીયા વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની

માહિતી મળી હતી. આ પછી વિશેષ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

જંગલમાં ઘેરાબંધી દરમિયાન, નક્સલવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો, જેના જવાબમાં

સુરક્ષા દળોએ પણ કાર્યવાહી કરી હતી. આ અથડામણમાં એક મહિલા નક્સલવાદીનું મોત થયું

હતું. સરકારે છત્તીસગઢને સશસ્ત્ર માઓવાદીઓથી મુક્ત જાહેર કર્યાના, માત્ર 12 દિવસ પછી આ ઘટના

બની છે.

આ અથડામણની પુષ્ટિ કરતાં કાંકેરના પોલીસ અધિક્ષક નિખિલ

રાખેચાએ જણાવ્યું હતું કે,

“નક્સલવાદીઓને

વારંવાર આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવી હતી. અથડામણ બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન

તેજ કરી દેવામાં આવ્યું છે.” “આ વિસ્તારમાં અન્ય નક્સલવાદીઓની હાજરી હોઈ શકે છે.”એમ કહેતા તેમણે

ઉમેર્યું હતું કે, “તેમને પકડવા અથવા

બેઅસર કરવા માટે કામગીરી ચાલુ છે.” તેમણે ચેતવણી આપી હતી કે,”જે લોકો હિંસાનો

માર્ગ છોડશે નહીં તેમની સામે પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.”

માર્યા ગયેલા નક્સલવાદીની ઓળખ રતાપુર વિસ્તાર સમિતિના

સક્રિય સભ્ય રૂપી રેડ્ડી તરીકે થઈ છે. તે લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓના રડાર પર

હતી. મોટા ભાગના મોટા કેડરના નક્સલવાદીઓ, માર્યા ગયા અથવા આત્મસમર્પણ કર્યા પછી

તેમને બસ્તર પ્રદેશમાં મુખ્ય સક્રિય કેડરમાંથી એક માનવામાં આવતા હતા. આ મહિલા

નક્સલવાદીમાંથી, રાજ્ય સમિતિના સભ્ય (એસસીએમ) બનેલા વિજય રેડ્ડીની પત્ની હતી. એસ.

સી. એમ. વિજય રેડ્ડી રાજનાંદગાંવ અને મોહલા-માનપુર-ચૌકી જિલ્લામાં, અથડામણમાં માર્યા

ગયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર,”વિજય રેડ્ડીની પત્ની રૂપી જ ઉત્તર બસ્તર કાંકેરમાં

નક્સલવાદીઓને આત્મસમર્પણ કરતા અટકાવી રહી હતી.”

ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આત્મસમર્પણ કરવા

અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે નક્સલવાદીઓને પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા.

સરકાર દ્વારા 31 માર્ચ સુધીમાં

આત્મસમર્પણ કરવાની વિશેષ તક પણ આપવામાં આવી હતી, પરંતુ રૂપી સહિત ઘણા સક્રિય નક્સલવાદીઓએ આ

અપીલની અવગણના કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/રાકેશ પાંડે/કેશવ કેદારનાથ શર્મા/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande