પશ્ચિમ બંગાળમાં હિંગલગંજ સ્થિત બીએસએફ (સીમા સુરક્ષા દળ) કેમ્પમાં ભીષણ આગ, એક જવાનનું મોત
કલકતા, નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બસીરહાટ સબડિવિઝન હેઠળના હિંગલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડા બાંકડા સ્થિત સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના કેમ્પમાં, ગુરુવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ કેમ્પ બીએસએફની 77મી
આગ


કલકતા, નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બસીરહાટ સબડિવિઝન હેઠળના હિંગલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડા બાંકડા સ્થિત સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના કેમ્પમાં, ગુરુવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ કેમ્પ બીએસએફની 77મી બટાલિયનનો છે, જ્યાં આગ લાગવાને કારણે સમગ્ર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.

આગ કેમ્પના તે ઓરડામાં લાગી હતી, જ્યાં નદી માર્ગે પેટ્રોલિંગ માટે વપરાતી બોટનું ઈંધણ રાખવામાં આવતું હતું. પ્રારંભિક માહિતી મુજબ, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. આગ લાગી તે સમયે જવાન રામ સિંહ ઓરડાની અંદર હાજર હતા. ત્યાંથી બહાર ન નીકળી શકવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

આગ લાગતાની સાથે જ થોડી મિનિટોમાં કાળા ધુમાડાએ સમગ્ર વિસ્તારને લપેટમાં લઈ લીધો હતો. ધુમાડાને કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો ડોલ વડે, પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આગ ઘણી ફેલાઈ ચૂકી હતી.

સૂચના મળતા જ ફાયર બ્રિગેડનું એક વાહન ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ લભુબહાલ વિસ્તારમાંથી વધારાના ફાયર ટેન્ડરો પણ બોલાવવામાં આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી.

આગ પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે અંદર તપાસ કરવામાં આવી ત્યારે જવાન રામ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને તણાવનો માહોલ છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande