વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો, વળતરની જાહેરાત કરી
નવી દિલ્હી, 16 એપ્રિલ( હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 16 એપ્રિલ( હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) માંથી મૃતકોના નજીકના સંબંધીઓને બે-બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, વડાપ્રધાન એ કહ્યું કે, આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ હતી.

હિન્દુસ્થાન સમાચાર /માધવી ત્રિપાઠી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande