
ભાવનગર, 13 એપ્રિલ (હિ.સ.) ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત ભારતની પ્રથમ કેન્સર સ્ક્રીનિંગ વાન “આશા વાન” જેમાંથી 10 પ્રકારના કેન્સરનું પ્રાથમિક સ્ક્રીનિંગ કરાશે જે પહેલા નિદાનના પ્રથમ પગથિયા સમાન હશે.માતંગીમાતા મંદિર, સરદારનગર દ્વારા આયોજિત પ્રેરણામૂર્તિ વિજય પારેખ ના જન્મદિવસ નિમિતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી – ભાવનગર દ્વારા ભાઈઓ તથા બહેનો માટે વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન 14 એપ્રિલ ના રોજ સવારે 9 થી 1 દરમ્યાન શ્રી માતંગી મંદિર ભાવનગર ખાતે કરવા માં આવેલ છે.
આ કેમ્પ માં જરૂરી પ્રાથમિક તપાસ બાદ લક્ષણો અને જોખમના આધારે જેમને જરૂર હોય તેમને કેન્સરની પ્રાથમિક તપાસ અને જરૂરી ટેસ્ટ કરવામાં આવશે અને આગળના સ્ક્રીનિંગ અને નિદાન તથા સારવાર સંબંધિત માર્ગદર્શન આપવામાં આવશે.કેન્સર ની ચાલુ સારવાર વાળા દર્દીઓ ને આહાર, જીવન શૈલી સબંધી માર્ગદર્શન આપી શકાશે બાકી સારવાર જ્યાં ચાલતી હોય તેમની સલાહ મુજબ જ સારવાર કરાવવા ની રહે છે, આ કેમ્પ માં તમામ ભાઈઓ અને બહેનો માટે કેન્સર ની પ્રાથમિક તપાસ કરવા માં આવશે.જેમાં ફેફસાં કેન્સર , મોઢાનું કેન્સર,રક્ત કેન્સર, સ્વાદુપિંડ કેન્સર, ગર્ભાશય કેન્સર, યકૃત કેન્સર, આંતરડા કેન્સર, વૃષણ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર ની જરૂરી હોય તે તપાસ કરવા માં આવશે. સાથે જાગૃતિ માટે કેન્સર થી બચવા ના પગલાં અને સ્વ પરીક્ષણ અંગે માર્ગદર્શન આપવા માં આવશે.આ કેમ્પ માં જોડાવા નગરજનો ને માતંગી માતા મંદિર અને વિજય પારેખ પરિવાર અને રેડક્રોસ ભાવનગર દ્વારા અનુરોધ કરવા માં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT