સિનિયર સિટીઝન મુદ્દે ભાજપમાં મતભેદ: ડો. ભરત કાનાબારે ઉઠાવ્યા સવાલ
અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ભાજપના એક નિર્ણયને લઈને આંતરિક ચર્ચાઓ તેજ બની છે. ડો. ભરત કાનાબારએ ટ્વીટ મારફતે પક્ષના 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવવાના નિર્ણય સામે ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યા છે.

તેમણે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, લોકશાહી પ્રણાલીમાં વરિષ્ઠ નાગરિકોના મત તો લેવામાં આવે છે, પરંતુ તેમને પ્રતિનિધિત્વ આપવાનું ટાળવામાં આવે છે, જે અન્યાય સમાન છે. આ નિર્ણયથી એવી છાપ ઊભી થાય છે કે વડીલો શારીરિક અને માનસિક રીતે જવાબદારી નિભાવવામાં અસમર્થ છે, જે તેમના આત્મવિશ્વાસ પર પ્રહાર કરે છે.

ડો. કાનાબારે વધુમાં જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં વડીલોનું સ્થાન ઊંચું માનવામાં આવે છે, ત્યારે આવો નિર્ણય એ પરંપરાને વિરુદ્ધ જાય છે. તેમણે આ નિર્ણયને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવ્યો છે.

તેમના મતે, ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયને કારણે અનુભવી અને કુશળ નેતાઓના જ્ઞાનનો લાભ સમાજને નહીં મળે. તેમણે પક્ષમાં આ મુદ્દે વ્યાપક ચર્ચા કરવાની માંગ કરી છે, જેથી સમાજ પર પડનારી દૂરગામી અસરોને ટાળી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

 rajesh pande