સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ
સુરત, 13 એપ્રિલ (હિ.સ.): આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ, નિષ્પક્ષ માહોલમાં યોજાય તે હેતુથી પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુ.મ.)ના માર્ગદર્શન હેઠળ પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ મુખ્ય મથક ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ હતી, જેમાં 2
Surat


સુરત, 13 એપ્રિલ (હિ.સ.): આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ, નિષ્પક્ષ માહોલમાં યોજાય તે હેતુથી પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુ.મ.)ના માર્ગદર્શન હેઠળ પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ મુખ્ય મથક ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ હતી, જેમાં 297 પોલીસ અધિકારી- કર્મચારીઓ અને હોમગાર્ડ્ઝના જવાનોને તાલીમબદ્ધ કરાયા હતા. તાલીમ કાર્યક્રમમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી, આચારસંહિતાનું પાલન, મતદાન મથકોની સુરક્ષા અને આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની વ્યુહરચના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande