
અમરેલી, 20 એપ્રિલ (હિ.સ.)
આજ રોજ અમરેલી નગરપાલિકા વોર્ડ નં. 6 ખાતે ચૂંટણી કાર્યાલયની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં ઉમેદવાર તથા કાર્યકર્તા મિત્રો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવાની સાથે પ્રચારપ્રસારને અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
કાર્યકર્તાઓને મતદારો સુધી પહોંચવાની રીતો, ઘરઘર સંપર્ક અભિયાનને વધુ ગતિ આપવા અને બૂથ સ્તરે મજબૂત સંકલન ઉભું કરવાની બાબતો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. ચૂંટણી દરમિયાન દરેક કાર્યકર્તાની જવાબદારી સ્પષ્ટ થાય અને ટીમ વર્ક સાથે આગળ વધીને વધુ મતદાન પ્રાપ્ત થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે સાંસદ ભારત સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, સુવ્યવસ્થિત આયોજન અને સક્રિય પ્રચારથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. બેઠક દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો, જે આવનારી ચૂંટણી માટે સારો સંકેત માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai