
ભાવનગર, 20 એપ્રિલ (હિ.સ.)હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો હવે દિવસેને દિવસે અવનવા પાકોનું વાવેતર કરી રહ્યા છે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી શાકભાજી પાકો તેમજ ટૂંકા સમય ગાળામાં તૈયાર થતા પાકો, બાગાયતી પાકો વગેરેનું વાવેતર કરી રહ્યા છે ખાસ કરીને છેલ્લા ત્રણ થી ચાર વર્ષમાં ભાવનગર જિલ્લામાં પણ તરબૂચ અને ટેટી ની ખેતી વધી રહી છે અને ખેડૂતો ટૂંકા સમય ગાળામાં તૈયાર થતા આ પાકોનું વાવેતર કરી સ્થાનિક બજારો જ નહીં પરંતુ મોટા શહેરો સુધી પણ તેનું વેચાણ કરી રહ્યા છે અને તેના થકી ત્રણ મહિનાના સમયની આસપાસ એક વીઘા માંથી એક લાખ રૂપિયા સુધીનું કે તેનાથી વધુનું પણ ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા- 2 ગામે રહેતા ખેડૂત મહેશભાઈ કાળુભાઈ ધામેલીયા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ પોતે પ્રાકૃતિક ખેતી પણ કરી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ બે વીઘા જેટલી જમીનમાં ટેટીનું વાવેતર કરેલું છે. આ ટેટી નું તેઓ સીધું વેચાણ કરવાના બદલે બોક્સ પેકિંગ કરી સીધું ગ્રાહકો સુધી વેચાણ કરી રહ્યા છે જેથી તેઓને ભાવ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે આ ઉપરાંત તેઓના ખેતર નજીકથી રોડ પસાર થતો હોવાના કારણે રોડ બહાર પણ એક સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે જ્યાંથી પણ છૂટકમાં તેઓ ટેટીનું વેચાણ કરી રહ્યા છે.
આ અંગે મહેશભાઈ કાળુભાઈ ધામેલીયાએ જણાવજો કે, હું પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલું હતું સાથે સાથે હું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરી રહ્યો છું. છેલ્લા ત્રણ વર્ષથી અમે ત્રીજા પાક તરીકે આ ખેતરમાં ટેટી નું વાવેતર કરી રહ્યા છીએ. ટેટી ના વાવેતર માટે દેશી ખાતરનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે તે તેના વાવેતર માટેના બેડ તૈયાર કરી તેના પર મલચિંગ કરી ટેટી નું વાવેતર કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ જાતની ટેટીનું વાવેતર અમે કરતા હોઈએ છીએ. દેશી ખાતર અને અલગ અલગ પ્રકારના ખોળ વગેરેનો જમીનમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે અમને ટેટીનું ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે.
આ ટેટી નું વેચાણ કરવા માટે અમારા ખેતર બહાર રોડ પસાર થાય છે અને ત્યાં અમે એક સ્ટોલ ઊભો કર્યો છે. ત્યારબાદ અન્ય વેચાણ તેના માટે અમે બોક્સ પેકિંગ કરીને ટ્રાન્સપોર્ટ મારફતે જુદા જુદા શહેરો સુધી આ ટેટી નું વેચાણ કરી રહ્યા છીએ. સિધુ ગ્રાહક સુધી વેચાણ કરવાથી અમને તેના ભાવ પણ ખૂબ સારા મળી રહ્યા છે. હાલ ટેટી ના 30 રૂપિયા એક કિલોના ભાવ અમને મળી રહ્યા છે. એક વીઘા માંથી એક લાખ રૂપિયાની આસપાસ ઉત્પાદન આ ટેટી નું વેચાણ કરીને અમને મળી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT