રાધનપુરથી વારાહી જતા નેશનલ હાઈવે પર, મોટી પીપળી ગામ નજીક ચાલુ ટ્રેલરમાં અચાનક ભીષણ આગ લાગી
પાટણ, 20 એપ્રિલ (હિ.સ.)રાધનપુરથી વારાહી જતા નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક ચાલુ ટ્રેલરમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતાં સમગ્ર ટ્રેલર આગની ઝપેટમાં આવી ગયું હતું. આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી ટ્રેલર ઉભું રાખી નીચે ઉતરી જ
રાધનપુરથી વારાહી જતા નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક ચાલુ ટ્રેલરમાં અચાનક ભીષણ આગ લાગી


પાટણ, 20 એપ્રિલ (હિ.સ.)રાધનપુરથી વારાહી જતા નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક ચાલુ ટ્રેલરમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતાં સમગ્ર ટ્રેલર આગની ઝપેટમાં આવી ગયું હતું.

આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી ટ્રેલર ઉભું રાખી નીચે ઉતરી જતાં તેનો જીવ બચી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટનાને કારણે હાઈવે પર ભયનું વાતાવરણ સર્જાયું હતું અને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર થોડા સમય માટે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.

સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી અને બાદમાં બળી ગયેલા ટ્રેલરને હાઈવે પરથી હટાવી ટ્રાફિક સામાન્ય કરવામાં આવ્યો હતો. આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande