
અમરેલી, 20 એપ્રિલ (હિ.સ.)
ધારી નગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને આજે શહેરમાં વ્યાપક ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ ઘરેઘરે મુલાકાત કરીને નાગરિકો સાથે આત્મીય સંવાદ સાધવામાં આવ્યો. પ્રચાર દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને નગરપાલિકાના ભવિષ્ય અંગે મતદારો સાથે ખુલ્લી ચર્ચા કરવામાં આવી.
આ પ્રસંગે સાંસદ તથા જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કાર્યકર્તાઓને વધુ સક્રિય બની પ્રચારને ગતિ આપવા પ્રેરણા આપી. તેઓએ જણાવ્યું કે, લોકોનો વિશ્વાસ જીતવા માટે સીધો સંપર્ક અને પ્રામાણિક કાર્ય જરૂરી છે.
પ્રચાર દરમિયાન ધારીના સર્વાંગી વિકાસ, સુવિધાસભર શહેર અને મજબૂત સ્થાનિક શાસન માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને ભવ્ય વિજયી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉર્જા જોવા મળી હતી, જે ચૂંટણીમાં સકારાત્મક પરિણામ તરફ સંકેત આપે છે. શહેરના નાગરિકોએ પણ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની માંગ વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai