
પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના કુતિયાણામા જાહેરમા ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકી હતી અને પાંચ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા કુતિયાણા બાયપાસ રોડ પર પ્રાંત કચેરીની સામે બાવળની કાંટમા અને આંબલીની ઝાડ નીચે જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કુતિયાણા પોલીસ દરોડો પાડી અને જુગાર રમી રહેલા માલદે ભીખન આડેદરા, ગાંગા હરદાસ બોખીરીયા, લાખા હાજા ઓડેદરા, સરમણ રામદે ઓડેદરા અને લાલજી ખીમા રોઠડને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી રૂ.12640નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ શખ્સો સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમા જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya