રાજકોટના બે ગુનાઓમાં ફરાર આરોપી ઝડપાયો: અમરેલી LCBની મોટી સફળતા
અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.) : રાજકોટ શહેરમાં નોંધાયેલા બે ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં અમરેલી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકના માર્ગદર્શન હેઠળ તા. 7 એપ્રિલથી 26 એપ્રિલ
રાજકોટના બે ગુનાઓમાં ફરાર આરોપી ઝડપાયો: અમરેલી LCBની મોટી સફળતા


અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.) : રાજકોટ શહેરમાં નોંધાયેલા બે ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં અમરેલી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકના માર્ગદર્શન હેઠળ તા. 7 એપ્રિલથી 26 એપ્રિલ 2026 સુધી ફરાર આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવ યોજાઈ રહી છે, જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી દ્વારા તમામ જિલ્લાઓને કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ સક્રિય બની હતી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલા ની આગેવાનીમાં ટીમે રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓના ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

બાતમીના આધારે ટીમે રાજુલા તાલુકાના હિંડોરણા ગામેથી આરોપી સુનીલ વિનુભાઈ સોલંકી (ઉંમર 26)ને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) અને 3(5) મુજબ ગુનાઓ નોંધાયેલા હતા અને તે પોતાની ધરપકડ ટાળવા માટે ફરાર હતો.

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી. વાઘેલા, એમ.ડી. ગોહિલ તેમજ હેડ કોન્સ્ટેબલ ગોકુળભાઈ કળોતરા, મહેશભાઈ રાઠોડ, જનકભાઈ હિમાસીયા, તુષારભાઈ પાંચાણી અને પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાળા સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ સફળ કાર્યવાહીથી અમરેલી પોલીસની સતર્કતા અને ગુનાઓ સામેની કડક કામગીરી સ્પષ્ટ થઈ છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande