સાવરકુંડલામાં ગેસ લીકેજ તપાસે જનજીવન બેફામ: બે મહિનાથી ખોદકામથી લોકો પરેશાન
અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ગેસ લીકેજ તપાસના કામને કારણે સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચંદ્રમૌલી સોસાયટી, ગજાનંદ પાર્ક અને સહજાનંદ નગર વિસ્તારોમાં ગુજરાત ગેસ દ્વારા લીકેજ શોધવા માટે છેલ્લા બે
સાવરકુંડલામાં ગેસ લીકેજ તપાસે જનજીવન બેફામ: બે મહિનાથી ખોદકામથી લોકો પરેશાન


અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.)

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ગેસ લીકેજ તપાસના કામને કારણે સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચંદ્રમૌલી સોસાયટી, ગજાનંદ પાર્ક અને સહજાનંદ નગર વિસ્તારોમાં ગુજરાત ગેસ દ્વારા લીકેજ શોધવા માટે છેલ્લા બે મહિનાથી સતત ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

માહિતી મુજબ, 50થી વધુ જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે, જેના કારણે રસ્તાઓ ખરાબ હાલતમાં પહોંચી ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે છતાં કોઈ સ્પષ્ટ પરિણામ કે સમયમર્યાદા અંગે જવાબ આપવામાં આવતો નથી.

રહેવા લાયક વિસ્તારમાં ધૂળ, ટ્રાફિક અવરોધ અને અકસ્માતની શક્યતાઓ વધી ગઈ છે, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઓપરેશન ટીમ તરફથી પણ યોગ્ય માહિતી કે નિરાકરણ ન મળતા લોકોમાં અસંતોષ ફેલાયો છે.

નાગરિકોએ માંગ કરી છે કે તાત્કાલિક કામ પૂર્ણ કરી રસ્તાઓની સમારકામ કરવામાં આવે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. નહિંતર આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande