
ગીર સોમનાથ 13 એપ્રિલ (હિ.સ.) રાજય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી જાહેર થયેલ વિસ્તારમાં આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો થાય છે. જે અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિશ્રામગૃહ, ડાક બંગલા, સરકારી રહેણાંક વગેરેના વપરાશ બાબતે નિયંત્રણ રાખવા સૂચના આપી છે.
જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના વિસ્તારમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.
આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં સમવિષ્ટ તમામ ડાક બંગલાઓ, સરકારી-અર્ધ સરકારી આરામગૃહો, વિશ્રામ ગૃહ, ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ તથા જાહેર સ્થળો હોય તેવા તમામ ગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટો રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
તેમજ સરકારી વિશ્રામગૃહ, અતિથીગૃહ વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગીક મીટીંગ પણ યોજી શકાશે નહી.
ચૂંટણી પ્રચારમાં આવેલ જે મહાનુભાવોને સરકારી વિશ્રામ ગૃહ-અતિથી ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભવોને લાવતા-લઈ જતાં વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથીગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે. જો તેઓ આ માટે એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથીગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહી.
એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહી તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભવો મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/ અતિથીગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમનો ઉપયોગ કરી શકશે નહી. અતિથીગૃહમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હશે તો તેમની પાસેથી નક્કી થયેલા સામાન્ય દરથી પૂરેપૂરી વસૂલાત લેવાની રહેશે.
આ હૂકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર સામે ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી કરવાનો રહેશ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ