
ગીર સોમનાથ, 13 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જીલ્લામાં મકાન ભાડે આપનાર મકાન માલીકોને ભાડુઆત અંગેની માહિતી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે પુરી પાડવા અંગે જીલ્લા અધિક જીલ્લા મેજી.સા. ગીર સોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે રાજેન્દ્રસિંહ ચુડાસમા નાથબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢનાઓ તથા જયદિપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક ગીર સોમનાથનાઓએ કરેલ સુચના મુજબ, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના તા.૧૨/૦૪/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફના માણસો સ્થાનીક સ્વરાજય ચુટણી-૨૦૨૬ અન્વયે કામગીરી સબબ ઉના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન એ.એસ.આઇ. પ્રતાપસિંહ માનસિંહ તથા પો.હેડ.કોન્સ. રાજુભાઇ બાલુભાઇ તથા પો.કોન્સ. રણજીતસિંહ મેરુભા નાઓની સંયુકત બાતમી હકીકત આધારે કંસારી ગામ, ઉના-તુલસીશ્યામ રોડ, બહુચર ઓટો ગેરેજ પાસે એક મકાનમાં તપાસ કરતા પ્રતિકભાઇ કમલેશભાઇ ડાંગોદરા (ધંધો.ગેરેજ રહે.ભડીયાદર તા.ઉના) મકાન માલીકે પોતાની માલીકીનું રહેણાંક મકાન છેલ્લા એક વર્ષથી ભાડે આપી ભાડુંઆત અંગેની સબંધીત પોલીસ સ્ટેશન જાણ નહી કરતા મકાન માલીક વિરૂધ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગ અંગેનો ગુન્હો રજી. કરાવી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ