
અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના બાઢડા ગામે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદભૂત માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે માનવ મંદિરના પૂજ્ય ભક્તિ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત કથાકાર રવીરામ બાપુ દ્વારા શ્રીમદ્ ભગવદ્ કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.
કથાના પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. રવીરામ બાપુએ કથામાં જીવનમૂલ્યો, ધર્મ અને સંસ્કૃતિના મહત્વ વિશે સુંદર વ્યાખ્યા આપી, જેને શ્રોતાઓએ ખૂબ પ્રશંસા કરી.
આ અવસર પર ભક્તિ બાપુ દ્વારા રવીરામ બાપુનું શાલ અને ફૂલહાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ તાળી પાડીને આવકાર આપ્યો હતો.
બાઢડા ગામમાં યોજાયેલ આ ધાર્મિક પ્રસંગે સમાજમાં એકતા અને આધ્યાત્મિકતાનો સંદેશ આપ્યો હતો. સ્થાનિક લોકો માટે આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો છે અને ધાર્મિક સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો એક સુંદર પ્રયાસ માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai