
સેલવાસ, 13 એપ્રિલ (હિ.સ.) : સેલવાસ નજીકના ખાનવેલ ખાતે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજિત કબડ્ડી સ્પર્ધાનો ગતરોજ ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યોની રજૂઆત કરી ઉપસ્થિત દર્શકોનું મન મોહી લીધું હતું. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમત પ્રદર્શન કરીને રમતપ્રેમીઓનું દિલ જીતી લીધું હતું. સ્પર્ધામાં સેલવાસની ટીમે શાનદાર રમત દેખાડી ચેમ્પિયનશિપ જીતી હતી, જ્યારે દમણની ટીમ રનર-અપ રહી હતી. વિજેતા અને ઉપવિજેતા ટીમોને મહેમાનોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ અવસરે મહેશ અગરિયાએ ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે રમતગમત યુવાઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. આવી સ્પર્ધાઓ યુવાઓમાં શિસ્ત, ટીમ ભાવના અને આત્મવિશ્વાસ વિકસાવે છે.
કાર્યક્રમમાં કબડ્ડી એસોસિએશનના પદાધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha