ભાજપના ઉમેદવાર સામે પોતાનો જ સમાજ મેદાને, OBC સર્ટિફિકેટ મુદ્દે ઉગ્ર રજૂઆત
કચ્છ, 13 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ત્યારે ભુજમાં એક અનોખો વિવાદ સામે આવ્યો છે, જેમાં ભાજપના ઉમેદવાર સામે પોતાનો જ સમાજ મેદાનમાં ઉતરી ગયો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારને જે સીટ ફ
Samaj 2


Samaj


કચ્છ, 13 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ત્યારે ભુજમાં એક અનોખો વિવાદ સામે આવ્યો છે, જેમાં ભાજપના ઉમેદવાર સામે પોતાનો જ સમાજ મેદાનમાં ઉતરી ગયો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારને જે સીટ ફાળવવામાં આવી છે તે OBC ક્વોટા હેઠળ આવે છે. પરંતુ રાજપૂત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે સંબંધિત ઉમેદવાર મૂળ OBC વર્ગમાં આવતો નથી, અથવા તો ખોટી રીતથી OBC સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું હોવાની શક્યતા છે.

આ મામલે રાજપૂત સમાજના પ્રતિનિધિઓએ ભુજની પ્રાંત કચેરી ખાતે જઈ સત્તાવાર રજૂઆત કરી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે, જો ઉમેદવાર ખરેખર OBC સમાજનો હોય તો તે હાલમાં અન્ય સમાજનો આગેવાન કેમ છે? અને જો તે અન્ય સમાજનો પ્રમુખ છે, તો OBC સર્ટિફિકેટ કેવી રીતે મેળવી શક્યો? સમાજ દ્વારા આ મુદ્દે ઉગ્ર વલણ અપનાવીને પ્રાંત કચેરી તેમજ સમાજ કલ્યાણ વિભાગમાં પણ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ માંગ કરવામાં આવી છે કે ઉમેદવારના OBC સર્ટિફિકેટની સઘન તપાસ કરવામાં આવે અને જો તેમાં કોઈ ગેરરીતિ સામે આવે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.

આ ઘટનાથી ચૂંટણી પૂર્વે ભાજપ માટે મુશ્કેલીઓ ઉભી થવાની શક્યતા ઊભી થઈ છે. પોતાના જ સમાજના વિરોધના કારણે પાર્ટીની છબી અને મતદાન પર અસર પડવાની ચર્ચા પણ તેજ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande