પર નજીક પ્રાગપર પાસે ભયંકર અકસ્માત: કાર-બાઈક અથડામણમાં રાજગોર દંપતીનું સ્થળ પર જ કરુણ મોત
કચ્છ, 13 એપ્રિલ (હિ.સ.) : રાપર તાલુકાના પ્રાગપર ગામ નજીક આજે બપોરે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલી સામસામી ટક્કર એટલી ભયંકર હતી કે બંને વાહનો
Rapar 2


Rapar 1


કચ્છ, 13 એપ્રિલ (હિ.સ.) : રાપર તાલુકાના પ્રાગપર ગામ નજીક આજે બપોરે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલી સામસામી ટક્કર એટલી ભયંકર હતી કે બંને વાહનોના આગળના ભાગો સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, રાપરના એકતાનગર વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ ગંગારામભાઈ મસુરીયા અને તેમની પત્ની નવલબેન (ઉંમર અંદાજે ૪૭ વર્ષ) આજે પોતાના સંબંધીઓને મળવા માટે બાઈક પર આડેસર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પ્રાગપરથી આશરે બે કિલોમીટર દૂર સામેથી ઝડપભેર આવી રહેલી મારુતિ અલ્ટો કાર સાથે તેમની બાઈક અથડાઈ ગઈ.

અકસ્મતમાં લાગેલી ગંભીર ઈજાઓને કારણે દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ બાઈક અને કાર બન્નેના ટુકડા થઈ જતા ઘટનાસ્થળે ભયજનક દૃશ્ય સર્જાયું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાપરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની ખબર મળતાં રાજગોર સમાજના આગેવાનો અને પરિચિતો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા.

આ બનાવને પગલે રાપર અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોમાં રસ્તાઓ પર વધતી બેદરકારી અને તેજ ગતિને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande