
પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના કુતિયાણા-રોઘડા રોડ પરથી એક શખ્સને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો કુતિયાણાના રબારી કેડા વિસ્તારમાંથી પસાર થતા નીખીલ ભરતભાઈ ભરાડીયા નામનો શખ્સ પસાર થતો હતો તેમને પોલીસે શંકાના આધારે રોકીને તલાશી લેતા તેમના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-8 કિંમત રૂ.2000નો મુદામાલ કબ્જે કરવામા આવ્યો હતો. આ શખ્સની પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો ચૌટા ગામે રહેતા મેરૂ જગા ખાંભલાએ આપ્યાની કબુલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અન્ય એક સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો હતો ગોઢાણા ચેક પોસ્ટ પાસેથી એક શખ્સને વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો બાવળવાવ ખાતે રહેતો રાજુ કાના કટારા નામનો શખ્સ ગોઢાણ ચેકપોસ્ટ પાસેથી પસાર થતો હતો. દરમ્યાન બોટલ નંગ-9 કિંમત રૂ.9900ના મુદામાલ સાથે ઝડપાયો હતો આ દારૂનૂ જથ્થો ધ્રામણી નેશ ખાતે રહેતા લાખા સામત ઘેલીયાએ આપ્યાની કબુલાત આપતા બગદર પોલીસે તેમેની સામે પણ ગુન્હો નોંધ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya