મંત્રી કૌશિક વેકારીયાની જંગર ખાતે બેઠક: ચૂંટણી તૈયારી માટે વ્યૂહરચના ઘડાઈ
અમરેલી,13 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જંગર મુકામે રાજ્યના મંત્રી કૌશિક વેકારીયાએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારશ્રીઓ તેમજ ટેકેદારો હાજર રહ્યા હતા. આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીન
મંત્રી કૌશિક વેકારીયાની જંગર ખાતે બેઠક: ચૂંટણી તૈયારી માટે વ્યૂહરચના ઘડાઈ


અમરેલી,13 એપ્રિલ (હિ.સ.)

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જંગર મુકામે રાજ્યના મંત્રી કૌશિક વેકારીયાએ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારશ્રીઓ તેમજ ટેકેદારો હાજર રહ્યા હતા.

આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકમાં વિસ્તારના વિકાસના મુદ્દાઓ, જનતાની અપેક્ષાઓ અને સંગઠનની મજબૂતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મંત્રીશ્રીએ કાર્યકર્તાઓને પ્રચારની અસરકારક વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું અને મતદારો સુધી સરકારના વિકાસકાર્યોનો સકારાત્મક સંદેશ પહોંચાડવા સૂચના આપી.

બેઠક દરમિયાન દરેક કાર્યકર્તાને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંકલિત પ્રયત્નો કરવા પ્રેરણા આપવામાં આવી. સાથે જ, ચૂંટણીમાં જીત મેળવવા માટે એકતા, સંકલન અને સમર્પણ સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો.

આ બેઠકમાં ઉપસ્થિત તમામ ઉમેદવારો અને ટેકેદારોએ આગામી ચૂંટણીમાં વિજય માટે એકજૂટ થઈને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સ્થાનિક રાજકારણમાં આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande