
પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : જેસીઆઈ પોરબંદર દ્વારા ઓપન પોરબંદર જિલ્લા કક્ષાની ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ચેસની રમતના શોખીનો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેવા જેસીઆઈ દ્વારા અપીલ કરવામાં આવી છે. જેસીઆઈ પોરબંદર દ્વારા વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોના આયોજન સમયાંતરે કરવામાં આવે છે, તેના ભાગરૂપે બુદ્ધિ વિષયક પ્રોજેકટ ઓપન પોરબંદર ચેસ ટુર્નામેન્ટનું તા. 19/4/2026 રવિવારના રોજ સોની સમાજની વાડી લોઢિયા હોલ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં બાળકો, યુવાનો અને સિનિયર સીટીઝન એમ જુદીજુદી ચાર કેટેગરીમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા વહેલા તે પહેલાના ધોરણે ઓન લાઇન અથવા બિરાજ કોટચાની ઓફિસ, અઝુરા હોટલ નીચે રજિસ્ટ્રેશન કરવી લેવા અપીલ કરવામાં આવી છે. તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલના પ્રમાણપત્ર અને જુદી જુદી દરેક કેટેગરીના વિજેતાઓને સિલ્ડ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે.
આ સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા પ્રમુખ પ્રતિક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી, પ્રોજેકટ ચેરમેન કેવલ પટેલ, ધૈવત વિઠ્ઠલાણી, ભાવેશ તન્ના, હરેશ રાડીયા અને જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી રહી છે. આ સમગ્ર ટુર્નામેન્ટ એફઆઈઈડી માન્ય સ્વીઝ પદ્ધતિથી રમાડવામાં આવશે. વધુ વિગત માટે જેસીઆઈ પોરબંદર પ્લસનું સોસિયલ મીડિયા પેઇઝ અથબ મોબાઈલ નંબર 9428703160, 9426170290 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya