બગસરામાં ચૂંટણી પૂર્વ તૈયારી તેજ: મંત્રી કૌશિક વેકારીયાની હાજરીમાં વ્યૂહરચના બેઠક
અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા વિસ્તારમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકાના ઉમેદવારશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને રાજ્ય
બગસરામાં ચૂંટણી પૂર્વ તૈયારી તેજ: મંત્રી કૌશિક વેકારીયાની હાજરીમાં વ્યૂહરચના બેઠક


અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.)

અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા વિસ્તારમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકાના ઉમેદવારશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને રાજ્યના મંત્રી કૌશિક વેકારીયાની હાજરીએ બેઠકને વધુ મહત્વપૂર્ણ બનાવી હતી.

બેઠક દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓમાં વધારો અને લોકો સુધી સરકારના વિકાસકાર્યો પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે જ પ્રચારની અસરકારક વ્યૂહરચના ઘડવા અને મતદારો સુધી સીધી પહોંચ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.

મંત્રીશ્રીએ ઉમેદવારોને સંગઠનની શક્તિ મજબૂત બનાવી જનજન સુધી સકારાત્મક સંદેશ પહોંચાડવા પ્રેરિત કર્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એકતા અને સંકલન સાથે કાર્ય કરવાથી જ ભવ્ય વિજય હાંસલ કરી શકાય છે.

બેઠકના અંતે તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ એકજૂટ થઈને ચૂંટણીમાં જીત મેળવવા માટે સમર્પિત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ બેઠકને આવનારી ચૂંટણી માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande