બાલાનીવાવમાં શ્રીમદ્ ભગવદ્ કથાનો ધાર્મિક માહોલ: ભક્તિ બાપુની ઉપસ્થિતિમાં વક્તાનું સન્માન
અમરેલી,13 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લાના બાલાનીવાવ ગામે વરૂ પરિવારના આંગણે આયોજિત શ્રીમદ્ ભગવદ્ કથામાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. આ પાવન પ્રસંગે માનવ મંદિરના પૂજ્ય ભક્તિ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કથાના દરમિયાન ભક્તિ બાપુએ વેદાંત અને
બાલાનીવાવમાં શ્રીમદ્ ભગવદ્ કથાનો ધાર્મિક માહોલ: ભક્તિ બાપુની ઉપસ્થિતિમાં વક્તાનું સન્માન


અમરેલી,13 એપ્રિલ (હિ.સ.)

અમરેલી જિલ્લાના બાલાનીવાવ ગામે વરૂ પરિવારના આંગણે આયોજિત શ્રીમદ્ ભગવદ્ કથામાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. આ પાવન પ્રસંગે માનવ મંદિરના પૂજ્ય ભક્તિ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કથાના દરમિયાન ભક્તિ બાપુએ વેદાંત અને ભગવદ્ ગીતા ના ઉપદેશોના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને જીવનમાં ધાર્મિક મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામજનો અને ભક્તો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ભાવનાથી છલકાયું હતું.

આ પ્રસંગે કથાના વક્તાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભક્તિ બાપુ તથા વરૂ પરિવાર દ્વારા શાલ અને ફૂલહાર અર્પણ કરી વક્તાને સન્માનિત કરવામાં આવ્યા હતા.વરૂ પરિવાર દ્વારા આયોજન કરાયેલ આ ધાર્મિક કાર્યક્રમને લોકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. ગામમાં ધાર્મિક એકતા અને સંસ્કૃતિના મૂલ્યોને મજબૂત બનાવતો આ પ્રસંગ સૌ માટે યાદગાર બની રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande