જામનગરના દડીયા ગામે અરજીનો ખાર રાખી મહિલાને એસઆરપી કર્મચારીએ ધમકી આપી
જામનગર, 13 એપ્રિલ (હિ.સ.) : જામનગરના દડિયા ગામે પાનની દુકાન ચલાવતા પરિણીતાને ગ્રામ પંચાયતમાં કરેલી અરજીનો ખાર રાખી ત્રાસ મામલે ચેલા એસઆરપી કેમ્પમાં નોકરી કરતાં શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ છે. જામનગરના દડિયા ગામે રહેતાં વાલીબેન અશોકભાઇ ચૌહાણ નામના 4
ધમકી


જામનગર, 13 એપ્રિલ (હિ.સ.) : જામનગરના દડિયા ગામે પાનની દુકાન ચલાવતા પરિણીતાને ગ્રામ પંચાયતમાં કરેલી અરજીનો ખાર રાખી ત્રાસ મામલે ચેલા એસઆરપી કેમ્પમાં નોકરી કરતાં શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરના દડિયા ગામે રહેતાં વાલીબેન અશોકભાઇ ચૌહાણ નામના 40 વર્ષિય પરિણીતાએ જામનગરના ચેલા એસઆરપી ગ્રુપ ખાતે નોકરી કરતાં ભરતભાઇ ડનેચા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આજથી દોઢ માસ અગાઉ પાડોશી ભરતભાઇએ તેમના ઘરની દિવાલે બહારના ભાગે આવેલા ગામનો પાણીનો ટાંકો તોડી પાડ્યો હતો.

આ બાબતે ફરિયાદી વાલીબેનના પતિ અશોકભાઇએ ગ્રામ પંચાયતના સભ્ય હોવાના નાતે ટાંકો તોડી પાડવા બાબતે લેખિતમાં અરજી કરી હતી. આ બાબતે ભરત ડનેચા દ્વારા અવારનવાર ત્રાસ આપતો હતો. આરોપી ભૂંડી ગાળો બોલી પોતે દવા પી લેવા સહિતની ધમકી આપતો હતો.

પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને અવારનવાર શેરીમાંથી બહાર નિકળી જેમફાવે તેમ અશ્લિલ શબ્દો બોલતો હોય જેને કંઇ કહીએ તો પોલીસ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande