વડોદરામાં તાલીમ દરમિયાન પી.ટી.પરેડ બાદ એસઆરપી જવાનનું મોત
વડોદરા,13 એપ્રિલ (હિ.સ.) વડોદરામાં તાલીમ દરમિયાન પી.ટી.પરેડ બાદ એસઆરપી જવાનનું મોત. વડોદરામાં ચાલી રહેલી એસઆરપી તાલીમ દરમિયાન જવાન દીપક દિનેશ બારિયા નું મોત થયું છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ સવારની એસઆરપી તાલીમ દરમિયાન પી.ટી.પરેડ બાદ તેમની તબિ
વડોદરામાં તાલીમ દરમિયાન પી.ટી.પરેડ બાદ એસઆરપી જવાનનું મોત


વડોદરા,13 એપ્રિલ (હિ.સ.) વડોદરામાં તાલીમ દરમિયાન પી.ટી.પરેડ બાદ એસઆરપી જવાનનું મોત. વડોદરામાં ચાલી રહેલી એસઆરપી તાલીમ દરમિયાન જવાન દીપક દિનેશ બારિયા નું મોત થયું છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ સવારની એસઆરપી તાલીમ દરમિયાન પી.ટી.પરેડ બાદ તેમની તબિયત લથડી હતી. બાદમાં કપડા બદલતા સમયે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

આ દરમિયાન મિત્ર સાથે ડિસ્પેન્સરી તરફ જતા રસ્તામાં જ તેઓ ઢળી પડ્યા હતા. દીપક બારિયા મૂળ રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી છે.

ડોક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ આપ્યા હતા. બાદમાં SSG હોસ્પિટલ રીફર કરાયા હતા જ્યાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા.

જો કે મૃતકને અગાઉ કોઈ ગંભીર બીમારી હોવા અંગેની માહિતી સામે આવી નથી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરા એસઆરપી તાલીમ દરમિયાન ગ્રુપ-9માં ઈનચાર્જ સેનાપતિ ડી.બી.બામણીયાએ જણાવ્યું હતું કે, અમારા એસઆરપી જૂથ ખાતે ગઈ 15 માર્ચથી નવા ભરતી થયેલા જવાનોની તાલીમ શરૂ કરવામાં આવી છે.દીપક દિનેશ બારીયા નામના જવાન પણ નિમણૂંક પામ્યા હતા.આજે સવારના નિયમ મુજબ પીટી પરેડનો સમય પૂરો થઈ ગયો હતો. પરેડ બાદ તેઓ ફ્રેશ થઈને, કપડાં બદલીને નાસ્તો કરવા માટે તૈયાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો.

હૃદય આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે. એ અવિરતપણે લોહી પંપ કરે છે, ક્યારેક સમસ્યાઓ ઊભી થાય ત્યારે ચેતવણીના સંકેતો આપે છે. આ સંકેતોને અવગણવાથી અચાનક હૃદયરોગનો હુમલો આવી શકે છે. જો તમે હૃદયરોગના હુમલા દરમિયાન એકલા હોવ, તો એ વધુ ખતરનાક બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande