પ્રધાનમંત્રી મોદી, આજે તમિલનાડુના ભાજપના પદાધિકારીઓ સાથે સંવાદ કરશે
ચેન્નાઈ, નવી દિલ્હી, 13 એપ્રિલ (હિ.સ.) તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ અઠવાડિયા બાકી છે. તમામ રાજકીય પક્ષોએ પ્રચારને વેગ આપ્યો છે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) રાજ્યમાં મોટી ઉથલપાથલ સર્જી શકે છે. ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને પ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


ચેન્નાઈ, નવી દિલ્હી, 13 એપ્રિલ (હિ.સ.) તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ અઠવાડિયા બાકી છે. તમામ રાજકીય પક્ષોએ પ્રચારને વેગ આપ્યો છે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) રાજ્યમાં મોટી ઉથલપાથલ સર્જી શકે છે. ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમિલનાડુ ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.

તમિલનાડુમાં ભાજપના 5 લાખ બૂથ સમિતિ સભ્યો છે. આ ચર્ચામાં ભાગ લેવા માટે તમામ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સહભાગીઓને નમો એપ દ્વારા નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવે છે. પીએમ મોદી તમિલનાડુની બે દિવસની મુલાકાતે છે. 15 એપ્રિલના રોજ તેઓ નાગરકોઇલમાં પ્રચાર કરશે. તેઓ 18 એપ્રિલે કોઇમ્બતુરમાં એક જનસભાને પણ સંબોધિત કરશે. કોંગુ પ્રદેશમાં ચૂંટણી લડી રહેલા એ.આઈ.એ.ડી.એમ.કે.-ભાજપ ગઠબંધનના ઉમેદવાર મંચ પર હાજર રહેશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે કંદરવકોટ્ટાઈમાં પ્રચાર કરશે. ત્યારબાદ તેઓ તંજાવુરમાં યોજાનારી બૂથ સમિતિના પદાધિકારીઓની બેઠકમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તમિલનાડુમાં પ્રચાર કરવાના છે. તેમનું સમયપત્રક તૈયાર કરવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને એઆઈએડીએમકેના મહાસચિવ એડપ્પાદી પલાનીસ્વામી એઆઈએડીએમકે-ભાજપ ગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/ડૉ. વર પ્રસાદ રાવ પી. વી./મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande