
નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)અને પેન્શનધારકોની મોંઘવારી રાહત (ડીઆર) માં 02 ટકાના વધારાને શનિવારે મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મંત્રીમંડળના નિર્ણયોની જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સરકારે મોંઘવારીની વધતી અસરને ઓછી કરવા માટે ડીએ અને ડીઆર નો વધારાનો હપ્તો જાહેર કરવાની મંજૂરી આપી છે. આમાં મૂળ પગાર અને પેન્શનના હાલના 58 ટકાના દરમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જાન્યુઆરી 2026 થી અમલી ગણવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે 50.46 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.27 લાખ પેન્શનધારકોને સીધો લાભ મળશે. ડીએ અને ડીઆર માં આ વધારાથી, સરકારી તિજોરી પર વાર્ષિક 6791.24 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. આ નિર્ણય સાતમા કેન્દ્રીય પગાર પંચ દ્વારા સૂચવવામાં આવેલા સ્વીકૃત ફોર્મ્યુલાને અનુરૂપ છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ