ગંગોત્રીની ડોલિ મુખવાથી રવાના થઈ, આજે ભૈરવ ઘાટીમાં વિશ્રામ કરશે
મુખવા, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) ગંગોત્રીના શિયાળુ પ્રવાસમાં મુખવા ગામમાંથી મા ગંગાની ડોલિ શનિવારે, ગંગા મૈય્યાના જયકાર સાથે ગંગોત્રી માટે રવાના થઈ હતી. આજે ગંગા મૈયાનું રાત્રિ રોકાણ ભૈરવ ઘાટીમાં આવેલા ભૈરવ મંદિરમાં થશે. આખી રાત જાગરણ બાદ, મા
ડોલ્લ


મુખવા, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) ગંગોત્રીના શિયાળુ પ્રવાસમાં મુખવા ગામમાંથી મા ગંગાની ડોલિ શનિવારે, ગંગા મૈય્યાના જયકાર સાથે ગંગોત્રી માટે રવાના થઈ હતી. આજે ગંગા મૈયાનું રાત્રિ રોકાણ ભૈરવ ઘાટીમાં આવેલા ભૈરવ મંદિરમાં થશે. આખી રાત જાગરણ બાદ, મા ગંગાની ડોલિ રવિવારે સવારે, ગંગોત્રી ધામ પહોંચશે અને 12.15 વાગ્યે ભક્તો માટે દરવાજા ખોલવામાં આવશે. યમુનોત્રીની ડોલિ પણ રવિવારે સવારે યમુનોત્રીના શીતકાલીન વાસ ખરસાલી ગામથી, ધામ માટે રવાના થશે અને ભક્તો માટે 12.35 વાગ્યે દરવાજા ખોલવામાં આવશે.

મુખવા ગામમાંથી ગંગોત્રીની ચલ ઉત્સવ ડોલિના પ્રસ્થાન પહેલા વિશેષ પૂજા કરવામાં આવી હતી. ગામની મહિલાઓએ, ગંગા મૈયાને વિશેષ ભેટ અર્પણ કરી હતી. વિદાય સમયે મહિલાઓએ મંગલ ગીતો ગાયા હતા. લાગણીશીલ હૃદય સાથે, ડૉલીને દીકરીની જેમ વિદાય આપવામાં આવી હતી. ગંગોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે, ગંગોત્રી ખાતે યાત્રાળુઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર/ડૉ. વિનોદ પોખરિયાલ/ડૉ. રાજેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande