(કેબિનેટ) ભારતીય જહાજોને મળશે વીમા સુરક્ષા, ભારત મેરીટાઇમ ઇન્સ્યોરન્સ પૂલની રચના
નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) કેન્દ્ર સરકાર દરિયાઈ વીમા કવરેજ માટે વિદેશી વીમા કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા માટે 12,980 કરોડની સોવરિન ગેરંટી સાથે ''ભારત મેરીટાઇમ ઇન્સ્યોરન્સ પૂલ'' (બીએમઆઈ) ની રચના કરશે. આનાથી સસ્તા દરે અને દરેક પરિસ્થિતિમાં વીમા સ
વીમો


નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) કેન્દ્ર સરકાર દરિયાઈ વીમા કવરેજ માટે વિદેશી વીમા કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવા માટે 12,980 કરોડની સોવરિન ગેરંટી સાથે 'ભારત મેરીટાઇમ ઇન્સ્યોરન્સ પૂલ' (બીએમઆઈ) ની રચના કરશે. આનાથી સસ્તા દરે અને દરેક પરિસ્થિતિમાં વીમા સુરક્ષા મળશે. ભારતનો વ્યાપાર પ્રવાહ સુરક્ષિત રહેશે. યુદ્ધ અને ચાંચિયાગીરીથી પ્રભાવિત જોખમી માર્ગો પર પણ સુરક્ષા મળશે. તમામ મુખ્ય દરિયાઈ જોખમો સામે વીમા કવચ પ્રાપ્ત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ ઉપરોક્ત આશયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી હતી.

વૈષ્ણવે જણાવ્યું હતું, કે, સ્થાનિક વીમા પૂલનો હેતુ વૈશ્વિક ઉતાર-ચઢાવ અને ભૌગોલિક-રાજકીય અસ્થિરતા વચ્ચે વિદેશી વીમાદાતાઓ (આઈજીપી અને આઈ ક્લબ) પરની નિર્ભરતા ઘટાડવાનો છે. બીએમઆઈ કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્થળેથી ભારતીય બંદરો સુધી માલ લાવવા કે લઈ જનારા ભારતીય ધ્વજ ધરાવતા અથવા ભારતીય નિયંત્રણ હેઠળના જહાજોને આવરી લેશે. આમાં અસ્થિર દરિયાઈ માર્ગો પરથી પસાર થવાનો પણ સમાવેશ થાય છે. આનાથી આત્મનિર્ભરતા, પ્રતિબંધો સામે લડવાની ક્ષમતા અને સાર્વભૌમ નિયંત્રણને પ્રોત્સાહન મળશે. સાથે જ સ્થાનિક દરિયાઈ અન્ડરરાઈટિંગ અને દાવાઓની પતાવટની નિપુણતા પણ વિકસિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande