
દેહરાદૂન, નવી દિલ્હી, 13 એપ્રિલ (હિ.સ.) પોલીસે હરિયાણવી લોક ગાયક માસૂમ શર્મા સામે દહેરાદૂનની ડીએવી (પીજી) કોલેજમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે અભદ્ર અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી પ્રતિનિધિ પ્રાંચલ નૌની (સત્યમ શિવમ સ્ટુડન્ટ્સ એસોસિએશન) દ્વારા પોલીસ સ્ટેશન દાલનવાલા ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે, 11 એપ્રિલે કોલેજ કેમ્પસમાં યોજાયેલા જાહેર મંચ કાર્યક્રમ દરમિયાન ગાયક દ્વારા અશ્લીલ અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી વિદ્યાર્થીઓ અને ત્યાં હાજર સામાન્ય લોકોની લાગણીઓને ઠેસ પહોંચી હતી.
ફરિયાદના આધારે આરોપી સામે આઈપીસીની કલમ 296,352,79 અને 351 (3) હેઠળ દાલનવાલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના વિશે જાણ થતાં, 12 એપ્રિલ, રવિવારની રાત્રે 11.16 વાગ્યે એફ. આઈ. આર. નોંધવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર /રાજેશ કુમાર પાંડે/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ