
નવી દિલ્હી, 16 એપ્રિલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકરે, ગુરુવારે હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે દ્વિપક્ષી સહયોગને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે ખાદ્ય સુરક્ષા સહિત અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર હતા. આ વાતચીતમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી.અગાઉ, ચાન્સેલર સ્ટોકરે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે નવી દિલ્હીમાં રાજઘાટની મુલાકાત લીધી હતી. પુષ્પાંજલિ અર્પણ કરીને તેમણે ગાંધીજીનો શાંતિ, અહિંસા અને સાર્વત્રિક સંવાદિતાનો સંદેશ યાદ કર્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, ઑસ્ટ્રિયન ચાન્સેલરે રાજઘાટ પર બાપુ અને તેમના આદર્શોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના સર્વકાલીન સંદેશ પર પ્રતિબિંબિત કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર /સુશીલ કુમાર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ