એક વર્ષથી ફરાર પ્રોહીબીશન કેસનો આરોપી ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યો
વલસાડ , 13 એપ્રિલ (હિ.સ.) નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉમરગામ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તા. 13/04/2025ના રોજ મળેલી ખાનગી બાતમીના આધારે ઉમરગામ પોલીસ દ્વારા
ફરાર આરોપી ઉમરગામ પોલીસે ઝડપી પાડ્યો


વલસાડ , 13 એપ્રિલ (હિ.સ.) નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉમરગામ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. તા. 13/04/2025ના રોજ મળેલી ખાનગી બાતમીના આધારે ઉમરગામ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં (સી.આર. નં. 11822009250648/2025) પ્રોહીબીશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ વોન્ટેડ આરોપી સરફરાજ રમઝાન અબુબકર શેખ છેલ્લા એક વર્ષથી ફરાર હતો.

ઉમરગામ પોલીસને મળેલી બાતમી મુજબ આરોપી નાની ઉમરગામ વિસ્તારમાં હોવાની માહિતી મળતાં પોલીસે દબિશ કરી તેને સંજાણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.આરોપી હાલ સંજાણ બંદર ખાતે રહેતો હતો, જ્યારે મૂળ સરીગામ વિસ્તારનો રહેવાસી છે. પકડાયેલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

પકડાયેલ આરોપી: સરફરાજ S/o રમઝાન અબુબકર શેખ, હાલ રહે: સંજાણ બંદર, તા. ઉમરગામ, જી. વલસાડ, મૂળ રહે: સરીગામ, મસ્જિદ ફળીયા, તા. ઉમરગામ, જી. વલસાડ.

કામગિરી કરનાર પોલીસ ટીમ: પી.આઈ. એચ.ડી. તુવર, પી.એસ.આઈ. એન.સી. સગર, પી.એસ.આઈ. આર.એસ. ચૌધરી, એ.એસ.આઈ. હિતેશ પ્રેમજીભાઈ, પો.કો. સંજયસિંહ પૃથ્વીસિંહ, પો.કો. સાગરદાન કાળુભાઈ, પો.કો. પિન્ટુભાઈ નાથાભાઈ, પો.કો. પ્રેમીલસિંહ ગોબરભાઈ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande