આજે કચ્છમાં હીટવેવને લઈને યલો એલર્ટ, સૌથી વધુ રાજકોટમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ
અમદાવાદ,13 એપ્રિલ (હિ.સ.) રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધવા લાગ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની સંભાવના હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એકેદાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસમાં તાપમાન
આજે કચ્છમાં હીટવેવને લઈને યલો એલર્ટ, સૌથી વધુ રાજકોટમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ


અમદાવાદ,13 એપ્રિલ (હિ.સ.) રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધવા લાગ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની સંભાવના

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એકેદાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસમાં તાપમાન સુકું રહેશે. આજે કચ્છમાં હીટવેવને લઈને માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર 40.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર 1.5 કિમીની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા તાપમાન અને ભેજને કારણે ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેશે, જેનાથી ડિસ્કમ્ફર્ટ અનુભવાઈ શકે છે.

કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગમી દિવસોમાં 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ દરમિયાન પવનની ગતિ 45 થી 55 કિમી/કલાક અને ઝાપટા સાથે 65 કિમી/કલાક સુધી રહી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande