પોરબંદર જિલ્લામાંં સમુદ્રમાં લાઈટ ફિશિંગ કરતી બોટ ઝડપાઇ
પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર જિલ્લામા દરિયામા લાઈટ ફિંશીગ કરતી બોટ સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે વધુ એક બોટ સામે કાર્યવાહી કરવામા આવી છે. જેટી નજીક લાઈટ ફિંશીગ બોટને હાર્બર મરીન પોલીસે ઝડપી લીધી છે. પોરબંદરના ઓલવેધર
પોરબંદર જિલ્લામાંં સમુદ્રમાં લાઈટ ફિશિંગ કરતી બોટ ઝડપાઇ


પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર જિલ્લામા દરિયામા લાઈટ ફિંશીગ કરતી બોટ સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે વધુ એક બોટ સામે કાર્યવાહી કરવામા આવી છે. જેટી નજીક લાઈટ ફિંશીગ બોટને હાર્બર મરીન પોલીસે ઝડપી લીધી છે. પોરબંદરના ઓલવેધર પોર્ટ નજીક અજય ભીખુ ડાલકી પોતાની માલિકની રજી. નં-આઈ.એન.ડી-જીજે-૨૫-એમઓ-૫૪૬૪ લઇ બિનઅધિકૃત રીતે લાઇટ ફિંશીગ કરતો હતો તેમને હાર્બર મરિન પોલીસે ઝડપી લીધો હતો અને તેમની સામે કાર્યવાહી કરવામા આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande