



પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર જિલ્લામા સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈ હાલ રાજકીય ગરમીનો પારો સતત ઉકાય રહ્યો છે. પોરબંદર મનપામા ભાજપે ચુંટણી પૂર્વે જ છગ્ગો મારી જીત માટેનુ ખાતુ ખોલાવ્યુ હોવાનુ કહેવાય છે. વોર્ડનં-12મા ભાજપ સિવાય અન્ય કોઇ પક્ષે કે અપક્ષે ઉમદવારી નહિ નોધાવતા ભાજપના ચાર ઉમેદવાર જીત પૂર્વે જ વિજય તિલક કરી દેવામા આવ્યુ હતુ પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ નગરપાલિકાની જેમ મહાનગરપાલિકામા ભાજપનુ સાશન અંકબંધ રહે તેવી ભાજપે વ્યુહ રચના કરી છે.
પોરબંદર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠક માટેની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી જેમા વોર્ડનં-12મા ભાજપના ઉમેદવાર સિવાય અન્ય કોઇ ફોર્મ નહિં ભરાતા આ વોર્ડના ઉમેદવાર જયભાઈ રાજશીભાઇ ચૌહાણ, મધુબેન સતિષકુમાર જોષી, રણમલભાઈ મેપાભાઈ ઓડેદરા અને વર્ષાબેન જયેશભાઈ કરાવદરા અને વોર્ડર્ન-10મા હેતલબેન સાણથરા અને દક્ષાબેન માવાણી પણ બિનહરિફ થયા છે. પોરબંદર તાલુકા પંચાયતની રાણારાજીવાડા, ગોસા અને રાતીયા ત્રણ બેઠક પર ભાજપના બિનહરિફ થયા છે. જોકે આજે ફોર્મ ચકાસણી દરમ્યાન કેટલાક ફોર્મ રદ થયા છે તો હજુ ચકાસણી ચાલી રહી છે. તેમા કેટલાક ફોર્મ રદ થયા તેમનો આંકડા સાંજ સુધીમા આવશે તેમજ આગામી તા. 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાના હોય આ દિવસે વધુ કેટલીક વિકેટ ખડશે તે જોવાનુ ત્યાર બાદ પોરબંદર જીલ્લાની સ્થાનિક સ્વરાજયની ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ થશે હાલ તો પોરબંદર જીલ્લામા રાજકીય માહોલ ગરમાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શામ-દામ દંડ અને ભેદની નીતિ પણ અપનાવવામાં આવી રહી હોવાની ચર્ચા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya