
- રાજકીય પક્ષો, ઉમેદવારો, મતદાતાઓ ટેલિફોનિક સંપર્ક પણ કરી શકશે.
અમદાવાદ, 13 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે વિવિધ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
જે અંતર્ગત, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારનાં ચૂંટણી નિરીક્ષક તરીકે GSPC, ગાંધીનગરનાં મેનેજિંગ ડાયરેક્ટર અવંતિકા સિંઘ ઔલખ (IAS)ની નિયુક્તિ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો કે સૂચનો માટે સંબંધિત પક્ષો/ઉમેદવારો/મતદાતાઓ તેમને GSPC ભવન, ઉદ્યોગ ભવન પાછળ, સેક્ટર-11, ગાંધીનગર ખાતે રૂબરૂ મળી શકશે અથવા 7966701203 પર ટેલિફોનિક સંપર્ક કરી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ