
પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના નાગકા નજીકથી વિદેશી દારૂનો જથ્થો લઈને જતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. નાગકાથી ફુલીવાવ રસ્ત પરથી પસાર થતા રાજુ કાના કટારા નામનો શખ્સ પસાર થતો હતો તે દરમ્યાન બગવદર પોલીસે તેમને ઝડપી લીધો હતો અને તેમના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-8 કિંમત રૂ. 8800નો મુદામાલ કબ્જે કર્યો હતો આ શખ્સની પુછપરછ દરમ્યાન તેમણે એવી કબુલાત આપી હતી આ દારૂનો જથ્થો તેમણે ધ્રામણીનેશ વિસ્તારમાં રહેતા લાખા સામત ઘેલીયા પાસેથી ખરીદી કર્યાની કબુલાત આપી હતી બગવદર પોલીસે આ શખ્સ વિરૂધ્ધ પણ ગુન્હો નોંધાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya