
જામનગર, 16 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત શરૂઆત નોંધાવી છે. વોર્ડ નંબર 14 બક્ષીપંચ મહિલા અનામત ની બેઠક પર ના ભાજપની મહિલા ઉમેદવાર રીટાબેન જોટંગિયા ચૂંટણી મેદાનમાં હતાં.
ચોંકાવનારી વાત એ રહી કે આ બેઠક પર કોઈપણ પ્રતિસ્પર્ધી ઉમેદવારની ઉમેદવારી માન્ય રહી નહોતી, અને પ્રતિસ્પર્ધી અમેજગારોના ઉમેદવારી પત્રો રદ થયા હતા. પરિણામે રીટાબેન જોટંગિયાનું ફોર્મ એકમાત્ર માન્ય રહેતાં તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
આ વિજય સાથે ભાજપે ચૂંટણીના પ્રારંભમાં જ પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. કાર્યકરોમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી, આ વોર્ડ માં સ્થાનિક કાર્યકરો તેમજ અન્ય ઉમેદવારો વગેરેએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બીનાબેન કોઠારીએ રીટાબેન જોટંગિયાને અભિનંદન પાઠવ્યા હતા. આ સમીકરણ બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે 63 બેઠકો ઉપર જંગ જામશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt