અમદાવાદ મંડળને મળી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસની ભેટ, અમદાવાદ થી પટણા વચ્ચે ટ્રેન સેવા સંચાલિત થશે
અમદાવાદ, 13 એપ્રિલ (હિ.સ.): ભારતીય રેલ દ્વારા મુસાફરોને વધુ સારી, કિફાયતી અને સુવિધાજનક રેલ સેવા પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને અમદાવાદ–પટણા વચ્ચે ચાલી રહેલી વિશેષ ટ્રેનને નિયમિત કરી 21905/21906 અમદાવાદ–પટણા અમૃત ભારત એક્સપ્રેસ તરી
Train


અમદાવાદ, 13 એપ્રિલ (હિ.સ.): ભારતીય રેલ દ્વારા મુસાફરોને વધુ સારી, કિફાયતી અને સુવિધાજનક રેલ સેવા પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને અમદાવાદ–પટણા વચ્ચે ચાલી રહેલી વિશેષ ટ્રેનને નિયમિત કરી 21905/21906 અમદાવાદ–પટણા અમૃત ભારત એક્સપ્રેસ તરીકે સંચાલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન અમદાવાદથી ઉપડનારી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ હશે, જે ગુજરાત અને બિહાર વચ્ચેના રેલ જોડાણને વધુ મજબૂત બનાવશે.

આ ટ્રેનનું નિયમિતીકરણ મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ નિર્ણય વિવિધ ઝોન વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરીને લાંબા અંતરની મુસાફરીને વધુ સરળ, સુવ્યવસ્થિત અને વિશ્વસનીય બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.

ટ્રેન નંબર 21905 અમદાવાદ–પટણા અમૃત ભારત એક્સપ્રેસ દર બુધવારે સાંજે 18:30 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી શુક્રવારે 00:30 વાગ્યે પટણા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 21906 પટણા–અમદાવાદ અમૃત ભારત એક્સપ્રેસ દર શુક્રવારે 22:30 વાગ્યે પટણાથી પ્રસ્થાન કરી રવિવારે સવારે 05:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ સેવા સાપ્તાહિક આધારે સંચાલિત કરવામાં આવશે, જેના કારણે મુસાફરોને નિયમિત અને વિશ્વસનીય રેલ સેવા ઉપલબ્ધ થશે.

આ ટ્રેન સેવા ટૂંક સમયમાં સુવિધાજનક તારીખ થી અમલમાં મુકવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ પ્રારંભિક તબક્કામાં વિશેષ સેવા તરીકે પણ સંચાલિત થઈ શકે છે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, ઇદગાહ આગ્રા, ટૂંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ અને દિન દયાલ ઉપાધ્યાય જંકશન જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે જેના કારણે વ્યાપક ક્ષેત્રીય કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે.

અમૃત ભારત એક્સપ્રેસ આધુનિક રેક અને ઉન્નત સુવિધાઓથી સજ્જ હશે, જે સામાન્ય મુસાફરો માટે કિફાયતી અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ સેવા લાંબા અંતરની મુસાફરી માટે વધુ સારી કનેક્ટિવિટી, સુરક્ષિત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવામાં સહાયક સાબિત થશે.

યાત્રીઓ માટે મુખ્ય લાભો:

• ગુજરાત–બિહાર વચ્ચે સીધી અને સુવિધાજનક કનેક્ટિવિટી

• ઓછા ખર્ચે લાંબા અંતરની મુસાફરીનો વધુ સારો વિકલ્પ

• સમયબદ્ધ અને નિયમિત સેવાથી મુસાફરીની વધુ સારી યોજના

• માર્ગના મુખ્ય શહેરોને જોડવાથી ક્ષેત્રીય વિકાસને પ્રોત્સાહન

• વેપાર, રોજગાર અને સામાજિક આવાગમનમાં વધારો

આ નવી સેવા ન માત્ર મુસાફરોની વધતી માંગને પૂર્ણ કરશે, પરંતુ પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પણ વધુ મજબૂત બનાવશે, જે ભારતીય રેલની મુસાફર-કેન્દ્રિત અને પ્રગતિશીલ વિ

ચારધારાનું પ્રતિબિંબ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande