પોરબંદર: હાઇરિસ્ક વાળી સગર્ભાની 108 વાનમાં સફળ પ્રસુતિ કરાવાઈ
પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર નજીકના આદિત્યણાની સીમમાં રહેતી અને ચોથી વખત સગર્ભા બનેલી મહિલાએ 108 માં બાળકીને જન્મ આપ્યો હતો. ઍક પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમ પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાના ગામ માં જીંજરકા વાડી વિસ્ત
હાઇરિસ્ક વાળી સગર્ભાની 108 વાન માં સફળ પ્રસુતિ કરાવાઈ.


પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર નજીકના આદિત્યણાની સીમમાં રહેતી અને ચોથી વખત સગર્ભા બનેલી મહિલાએ 108 માં બાળકીને જન્મ આપ્યો હતો. ઍક પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમ પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાના ગામ માં જીંજરકા વાડી વિસ્તારમાં પહોંચી હતી. ચોથી વખત રહેલ સગર્ભા અને હાઈ રિસ્ક એ.એન.સી. અને થેલેસેમિયા મહિલા દર્દીને ઓચિંતા પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમને જાણ કરવામાં આવી હતી. સમય સૂચકતા મુજબ મહિલા ને હોસ્પિટલ લઇ જવાનો સમય ન હોવાથી 108 નાં ઇ.એમ.ટી.આસ્થા અગાત અને પાયલોટ રણમલભાઈ કોડીયાતર પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી સીન પર વાડી વિસ્તારમાં જ ડીલેવરી કરાવી હતી અને દીકરીનો જન્મ થયો હતો અને એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ પોરબંદર વધુ સારવાર માટે સિફફ્ટ કર્યા હતા.

108 ની સેવા એ આધુનિક સમયમાં મહત્વની સાબિત થય રહી છે દીકરીનો જન્મ થતા ઇ.એમ.ટી. આસ્થા અગત અને રાણાવાવ 108 ટીમને બિરદાવ્યા હતા આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ કસોતે અને જિલ્લા એક્ઝિક્યુટિવ દર્શક યાદવ દ્વારા અભિનંદન પઠવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande