જામનગરના ધરમપુર પાટીયા નજીક ગોઝારો અકસ્માત : બે યુવાનના મોતથી ભારે અરેરાટી
જામનગર, 13 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાનો લાલપુર-ત્રણ પાટીયા રોડ વધુ એક વખત રક્તરંજિત બન્યો છે. ધરમપુરના પાટિયા નજીક વ્હેલી સવારે બેકાબુ ઈક્કો કાર ટ્રેકટર ટ્રોલી પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બબરજર અને ગોવાણા ગામના બે યુવ
અકસ્માત


જામનગર, 13 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાનો લાલપુર-ત્રણ પાટીયા રોડ વધુ એક વખત રક્તરંજિત બન્યો છે. ધરમપુરના પાટિયા નજીક વ્હેલી સવારે બેકાબુ ઈક્કો કાર ટ્રેકટર ટ્રોલી પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બબરજર અને ગોવાણા ગામના બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. યુવાનો પવનચક્કીની જોગરા ઓફિસથી કામ અર્થે ખાયડી ગામે જતા હતાં આ વેળાએ કાળનો કોળિયો બની જતા પંથકમાં અરેરાટી મચી ગઇ છે.

જામનગરના જિલ્લાના લાલપુર-ત્રણ પાટીયા રોડ પર ધરમપુર ગામના પાટીયા પાસે સર્જાયેલી ગોઝારી ઘટનાની લાલપુર પોલીસ મથકે નોંધાયેલી વિગત એવી છે કે, લાલપુર તાલુકાના બબરજર ગામના મિલનભાઇ લખમણભાઇ બંધીયા અને ગોવાણા ગામના જગદીશ સામતભાઇ ગોજીયા નામના બે યુવાનો વિન્ડ વલ્ડ ક્લીન એનર્જી ફોરએવર પવનચક્કીની કંપનીમા તા.11 એપ્રિલની રાત્રીના સમયે નોકરી ઉપર ગયા હતા. ત્યારબાદ વહેલી સવારના પાંચ વાગ્યાના સુમારે ધરમપુર ગામના પાટીયા પાસે અકસ્માત નડ્યો હતો. ઇક્કો કારના ચાલક જગદિશભાઈએ સ્ટેરિંગ પરનું નિયંત્રણ ગુમાવી દેતા ઈક્કો કાર આગળ જતાં ટ્રેકટર-ટ્રોલી સાથે ધડાકાભેર અથડાઇ હતી.

અક્સ્માતમાં બબરજર ગામના મિલનભાઇ લખમણભાઇ બંધીયા અને ગોવાણા ગામના ઇક્કો ચાલક જગદીશભાઈ સામતભાઇ ગોજીયને ગંભીર ઇજા પહોંચી હતી આથી જે મામલે જાણ થતા સ્થાનિકો દ્વારા 108 મારફતે બંનેને સારવાર અર્થે લાલપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મિલન અને જગદીશનું મોત થયાનું જાહેર કર્યું હતું. જે મામલે મૃતક મિલનના પિતરાઇ ભાઇ રાજશીભાઇ એ લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીલીસે કાર્યવાહી કરી છે.

મિલનભાઇ લખમણભાઈ બંધીયા તથા ઇક્કો ગાડી જેના રજી નં.GJ-16-BG-2520 ના ચાલક જગદિશભાઈ સામતભાઈ ગોજીયા (રહે. ગોવાણા) બન્ને વિન્ડ વર્લ્ડ ક્લીન એનર્જી ફોરએવર પવનચક્કીની કંપનીમા તા.11/04/2026 ના રાત્રીના સમ યે ચાલુ નોકરીમા હતા. શેઢાખાઇ સાઇડની જોગરા ઓફિસથી ખાયડી ગામમા પવનચક્કીના કામ માટે આવતા હતા આ વેળાએ વ્હેલી સવારે પાંચ વાગ્યાના આસપાસ ધરમપુર ગામના પાટીયા પાસે પહોંચતા આ અકસ્માત સર્જાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande