
જામનગર, 13 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં પરિણીતા ઉપર દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા શખ્સને જેલહવાલે કરાયો છે. પરિણીતાથી ફુલથી રોંગ નંબર પર ફોન થયા બાદ આરોપી સંપર્કમાં આવ્યો હતો અને અવારનવાર મેસેજ કરી પરિણીતાને ફસાવી હતી. ત્યારબાદ તેણી જામનગર સાસરામાં આવી ત્યારે આરોપી પણ જામનગર આવ્યો હતો અને એક હોટલમાં નોકરી માટે ફોર્મ ભરવા બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ ચકચારી પ્રકરણની વિગત અનુસાર જામનગરની વતની અને હાલ રાજકોટ કોઠારીયા વિસ્તારમાં રહેતી એક પરીણીતાએ આશરે દોઢ મહિના પહેલા બ્યુટી પાર્લરમાં એપોઇમેન્ટ લખાવવા અર્થે મોબાઇલ નંબર ડાઇલ કરતા રોંગ નંબર પર કોલ થઇ ગયો હતો. આ દરમિયાન હાલ રાજકોટમાં મવડી ક્રિષ્ના પાર્ક સોસોયટીમાં વિસ્તારમાં રહેતા અને મુળ ગામ મોટી માટલીના વતની પંકજ ઉર્ફે લાલો ધીરજભાઇ સભાયાના સંપર્કમાં આવી હતી. ત્યારે આરોપીએ કારખાનામાં નોકરીમાં રાખવાની લાલચ આપી એક મહિના પહેલા રાજકોટ બસ સ્ટેશન પાછળ એક હોટલમાં બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું.
તા. 08 એપ્રિલના રોજ પરણીતા જામનગર તેના સસરાના ઘરે આવી હોવાની જાણ થતા પંકજ જામનગર આવી સાત રસ્તા પાસે એસ.ટી બસ સ્ટેશન રોડ પરની એક હોટલમાં કારખાનામાં નોકરીનું ફોર્મ ભરવાનું કહી બોલાવી હતી. જ્યાં બે વખત શરીર સબંધ બાંધી પરણીતાના પતિને જાણ થઈ હતી અને સમગ્ર મામલો જામનગર સીટી એ પોલીસમાં પહોંચ્યો હતો. આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરીયાદ બાદ પરિણીતાની મેડીકલ તપાસ કરાવી આરોપી પંકજની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt