પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવનારા સામે પોરબંદર મનપા આકરા પાણીએ
પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુસર સતત દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં
પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવનારા સામે મનપા આકરા પાણીએ.


પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવનારા સામે મનપા આકરા પાણીએ.


પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવનારા સામે મનપા આકરા પાણીએ.


પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુસર સતત દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી સેનિટેશન વિભાગના સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાંકીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા નટવર ચોક શાકમાર્કેટ વિસ્તારમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાહેરમાં કચરો ફેંકનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર કુલ 16 વ્યક્તિઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. 1600 /- નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાંકીએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પણ આવી કામગીરી વધુ કડક રીતે ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્વચ્છતા જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને શહેરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવામાં નગરજનો સહકાર આપે તેવું જણાવવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande