પોરબંદર ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર ના સુદામા ચોક ખાતે ભાજપ દ્વારા યોજાયેલ “જનસેવા સંકલ્પ” કાર્યક્રમમાં ભાજપના તમામ ઉમેદવારોએ જનસેવા સંકલ્પ લઈ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉમેદવારોએ ભાજપના કાર્યકર્તા તરીકે નાગરીક કર્તવ્ય, બંધારણ,
પોરબંદર ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર ના સુદામા ચોક ખાતે ભાજપ દ્વારા યોજાયેલ “જનસેવા સંકલ્પ” કાર્યક્રમમાં ભાજપના તમામ ઉમેદવારોએ જનસેવા સંકલ્પ લઈ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉમેદવારોએ ભાજપના કાર્યકર્તા તરીકે નાગરીક કર્તવ્ય, બંધારણ, નિયમોને અનુસરીશ અને હું પંડીત દિનદયાળજીના એકાત્મમાનવદર્શન અને ભાજપની પંચનિષ્ઠામાં વિશ્વાસ ધરાવું છું., પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ અને ભારતીય સંસ્કૃતિની વિચારધારા અને વિરાસતનું મને ગૌરવ હોવાનું અને તેમના “વિકસિત ભારત” સાથે “એક ભારત-શ્રેષ્ઠ ભારત”ના સ્વપ્નને સાકાર કરવા મન-કર્મ-વચનથી તત્પર રહેવાના, ગુજરાતના ગૌરવ, શાંતિ, એકતા અને વિકાસ માટે પ્રમાણિક યોગદાન આપવાના ભાજપની વિચારધારા અને વિકાસયાત્રામાં જનસંપર્ક, જનસંવાદ અને જનસેવા દ્વારા “નાગરીક દેવો ભવઃના ભાવ સાથે કાર્ય કરવાના, “જનસેવા એ જ પ્રભુસેવાના મંત્ર સાથે ભાજપની કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિકાસકાર્યો અને યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સતત પ્રયાસ કરવાના સંકલ્પ લીધા હતા તેમજ આગેવાનો એ સુદામા મંદિરે આશીર્વાદ લીધા હતા.

આ તકે ભાજપના મહાનુભાવો આગેવાનો એ સુદામા મંદિર ખાતે દર્શન કરી, મંદિર પરિસર માં સફાઈ અભિયાન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, પૂર્વકેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગટીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરા અને રમેશભાઈ ઓડેદરા (પટેલ) સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા, સહિત આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચાએ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande