સુરતમાં ATM ઠગાઈ ગેંગનો ભંડાફોડ: સિનિયર સિટીઝનને નિશાન બનાવી ખાતા ખાલી કરતી ટોળકી ઝડપાઈ
સુરત, 14 એપ્રિલ (હિ.સ.): સુરતના સચીન GIDC વિસ્તારમાં પોલીસે એક ચતુર ATM ઠગાઈ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપીને મોટી સફળતા મેળવી છે. આ ગેંગ ખાસ કરીને ATM કેબિનમાં લોકોને ટાર્ગેટ કરીને તેમના
Arrest


સુરત, 14 એપ્રિલ (હિ.સ.): સુરતના સચીન GIDC વિસ્તારમાં પોલીસે એક ચતુર ATM ઠગાઈ ગેંગનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપીને મોટી સફળતા મેળવી છે. આ ગેંગ ખાસ કરીને ATM કેબિનમાં લોકોને ટાર્ગેટ કરીને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેતી હતી.

આ આરોપીઓ ખાસ કરીને વૃદ્ધ લોકો અથવા ટેક્નોલોજીથી અજાણ વ્યક્તિઓને નિશાન બનાવતા હતા. તેઓ મદદ કરવાનો બહાનો કરીને પીડિતનો PIN નંબર જાણી લેતા અને પછી ચાલાકીથી તેમનું ATM કાર્ડ બદલી નાખતા હતા. પીડિતને ખબર પડે તે પહેલાં જ તેઓ મૂળ કાર્ડથી ખાતામાંથી નાણાં ઉપાડી લેતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી 54 ATM કાર્ડ, રૂ. 45,000 રોકડ, એક બાઈક અને બે મોબાઈલ સહિત કુલ અંદાજે રૂ. 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ નૌશાદઅલી શેખ અને અખિલેશ પાલ તરીકે થઈ છે, જે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને આરોપીઓ પર અગાઉ કુલ 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસએ તેમના વિરુદ્ધ BNS અને IT એક્ટ હેઠળ કેસ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે ATMમાં ટ્રાન્ઝેક્શન દરમિયાન અજાણ્યા લોકોની મદદ ન લેવી અને પોતાનો PIN કોઈ સાથે શેર ન કરવો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande